ખેડાના મહુધામાં વાંસ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની રજૂઆતને પગલે તપાસનો ધમધમાટ - corruption in the bamboo project
ખેડા : જિલ્લાના મહુધા તાલુકાના ચુણેલ ગામે વર્ષ 2014થી 2016 દરમિયાન વાંસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. જે અંતર્ગત બોગસ જોબકાર્ડ બનાવી મજુરી કામના નાણા સહિતના રૂપિયા બારોબાર ચાઉ કરી લાખો રૂપિયાની ઉચાપત કરી લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવેલો હોવાની સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને પગલે મહુધા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં વિગતવાર તપાસ જરૂરી હોવાનું જણાતા સમગ્ર મામલે 100 ઉપરાંત લોકોને નોટિસ પાઠવી જવાબ લેવા સહિતની તપાસ હાથ ધરાઈ છે. જો કે હાલના તબક્કે વિવિધ તપાસ ચાલી રહી છે. તપાસ બાદ સત્ય બહાર આવશે તેવુ તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવાયું હતું.