ગેરકાયદેસર ચાલતા બાંધકામ સામે અધિકારીનું કડક વલણ, સીલ તોડનારા સામે કડક કાર્યવાહી - એસ્ટેટ વિભાગ
અમદાવાદઃ શહેરમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામને લઇને ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા જાગી હતી. જેમાં ગેરકાયદેસર ચાલતા બાંધકામના સામે અધિકારીઓને કડક પગલા લેવા માટે સૂચના આપવામાં આવી હતી. જે પણ બાંધકામ અને એસ્ટેટ વિભાગની ટીમ સીલ મારી આવતી હતી. તે બાંધકામના માલિક જાતે જ સીલ ખોલી બાંધકામ શરૂ કરી દે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જેને લઇને અધિકારીઓને હવે સીલ ખોલનારા વ્યક્તિ સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવામાં આવ્યો હતો.