તારીખ 2 થી 3 સુધી માછીમારોને દરિયો ન ખેડવા આપાઈ સૂચના - Instructed fishermen not plow sea
ભારતીય હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા ચેતાવણી જાહેર કરાઈ છે. તારીખ 2 થી 3 સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના (Instructed fishermen not plow sea) આપવામાં આવી છે. દ્વારકા જિલ્લાના ઓખા અને સલાયા બંદર પરના માછીમારોને દરિયાઈમાં ન જવા તાકીદ કરાયા છે. સમુદ્રમાં ઉતપન્ન થયેલ ડિપ્રેશનના પગલે 40-50 કિમિની ઝડપે પવન ફૂંકાવવાની શકયતાના પગલે આ ચેતવણી અપાઈ છે. સાવચેતીના ભાગ રૂપે તંત્ર દ્વારા સંબધિત તમામ બંદરો ને એલર્ટ કરાયા છે.