લ્યો બોલો... હવે ગુજરાત વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી જીવાત નીકળી - insect found food
ગાંધીનગર: છેલ્લા કેટલાંક સમયથી અનેક જાણીતી હોટલના ફૂડમાંથી જીવાત નીકળવાની ઘટના બનતી રહી છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભાની કેન્ટીનનું ભોજન પણ તેમાંથી બાકાત રહ્યું નથી. વિધાનસભાની કેન્ટીનના ભોજનમાંથી જીવાત નીકળી છે. કેન્ટીમાં લોકોને પીરસાયેલી દાળમાંથી જીવડું નીકળતા કેન્ટીન કોન્ટ્રાક્ટરના મેનેજરે જીવડું નીકળ્યાનો સ્વીકાર કર્યો છે. ત્યારે હવે આ અંગે સરકાર કેવા પગલા લેય છે તે જોવું રહ્યું.