ઐતિહાસિક INS વિરાટ જહાજની અંતિમસફર, રાજનેતાઓની હાજરીઓમાં થશે બીચિંગ - ભાવનગર ન્યૂઝ
ભાવનગરઃ દેશની રક્ષામાં 30 વર્ષ કાર્યરત રહેલા INS વિરાટ જહાજ હવે નામશેષ થવા જઈ રહ્યું છે. વર્ષ 2017માં સેવા નિવૃતિ બાદ શ્રી રામ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેના નામશેષની ઓનલાઇન હરાજીમાં તેની ખરીદી બાદ આવતીકાલે સોમવારે તેનું પ્લોટ નંબર-9માં શિપિંગ પ્રધાન મનસુખ માંડવીયા, ભાવનગરના પ્રભારી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરીબેન દવે સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં બીચિંગ થનાર છે. જેની તડામાર તૈયારીઓ હાલ પ્લોટમાં ચાલી રહી છે અને પ્લોટને સજાવવામાં આવી રહ્યો છે.