મહિલા હોમગાર્ડને સોશિયલ મીડિયામાં વીડિયો બનવવાનું પડ્યું ભારે, તપાસનો આદેશ - video of lady home guard from Surat goes viral
સુરત : શહેરમાં એક મહિલા હોમગાર્ડનો વિડીયો વાઈરલ થયો છે. મહિલા હોમગાર્ડ જવાને બોલીવુડના એક ડાયલોગ પર વર્દીમાં એક શોર્ટ વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ વિડીયો વાઈરલ થતા ચકચાર મચી જવા પામી છે. હોમગાર્ડ ઓફિસર એસ. કે. પટેલના જણાવ્યા પ્રમાણે, વાઈરલ થયેલા વિડીયો મામલે તપાસ કરવામાં આવી રહી છે. સી ઝોનના કમાન્ડિંગ ઓફિસર કિરીટ પટેલને તપાસ સોંપવામાં આવી છે.