Injured In Uttarayan 2022: બાઇક પર જઇ રહેલા યુવકનું ચાઇનીઝ દોરીથી કપાયું ગળું, લેવા પડ્યા 15થી વધુ ટાંકા - પતંગની ચાઇનીઝ દોરી
નસવાડી ટાઉન (Narmada Nasvadi Town)માં વાસી ઉત્તરાયણના નર્મદા જિલ્લાના ગુલૂપુરા ગામનો યુવાન અરવિંદ રમેશ ભીલ બાઈક ઉપર બાળક લઈ પસાર થતો હતો અને અચાનક ચાઇનીઝ દોરો (Kite String Chinese) ગળામાં અને હાથમાં ભેરવાઈ જતાં 5 ઈંચથી વધુનો ભાગ કપાઈ (Injured In Uttarayan 2022) જતાં લોહી લુહાણ હાલતમાં પડી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને 108 મારફતે નસવાડી સરકારી દવાખાને (Nasvadi Government Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવાનને 15થી વધુ ટાંકા લઈને સફળ સર્જરી કરવામાં આવી હતી. યુવાન બાઇક પર પોતાના બાળક સાથે નસવાડીથી રતનપુરા ગામે તેની સાસરીમાં જઈ રહ્યો હતો.