પંચમહાલમાં શિક્ષકો માટે જિલ્લા કક્ષાની યોગ શિક્ષણ શિબીરનો પ્રારંભ
પંચમહાલ : જિલ્લાના શહેરા નગરના કાંકરી મોડેલ સ્કૂલ ખાતે જી.સી.ઈ.આર.ટી અને ડાયટ સંતરામપુર દ્વારા ત્રિદિવસીય જિલ્લાકક્ષાની યોગ શિક્ષણ અને દેશી રમતોની તાલીમ શિબીરનો પ્રારંભ થયો છે. ત્રિદિવસીય તાલીમમાં જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકોને દેશી રમતો સાથે પ્રાર્થના સભામાં ધ્યાન તેમજ યોગના આસનના ડેમો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ તાલીમમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.