નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં વિવિંગ અને ડાઇંગ ઉદ્યોગ શરૂ થશે - ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ
સુરત : લોકડાઉનના ચોથા તબક્કાને લઇ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી છૂટછાટ અંગેની જાહેરાત બાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પાલિકા કમિશનર સહિત મેયરની અધ્યક્ષતામાં શહેરના ટેકસ્ટાઈલ્સ ઉદ્યોગ,હીરા ઉદ્યોગ ,વિવર્સ ,ટેકટાઇલ્સ પ્રોસેસર ,ઉપરાંત શોપ એસોસિયેશનના અગ્રણીઓની મહત્વની બેઠક મળી હતી. બેઠક બાદ વિવર્સ એસોસિયેશન દ્વારા કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ન આવતા ઉદ્યોગ શરૂ કરવા તૈયારીઓ બતાવી છે. મોટાભાગના વિવિંગ યુનિટ અને ડાઈંગ મિલો નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં છે. કોવિડ 19 ની ગાઈડ લાઈન મુજબ વિવિંગ અને ડાઇંગ ઉદ્યોગ બુધવારથી શરૂ થઈ જશે.