#Mothersday : ભારતના પ્રખ્યાત ગાયનેકોલોજિસ્ટ અને IVF સ્પેશિયાલીસ્ટ ડૉ. નયના પટેલની ETV ભારત સાથે ખાસ વાતચીત - ETV ભારત સાથે ખાસ વાતચીત
ડૉ નયના પટેલે ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માતૃત્વ માટે જરૂરી નથી કે પોતાનુ સંતાન હોવું જોઈએ, માતૃત્વ તે એક ભાવ છે તે લાગણીનો સંબંધ છે. આ માટે જ્યારે કોઈ નિઃસંતાન મહિલા એમ વિચારે કે મારે બાળક નથી તો હું આ ખાસ દિવસ કેવી રીતે ઉજવું? પરંતુ આ દિવસે આપણે આપણા સંબંધિના બાળકો હોય કે સોસાયટીમાં બાળકો હોય તેમની સાથે જો આપણું દિલ જોડાયેલું હોય તો તે લોકો સાથે આ ખાસ દિવસ ઉજવવો જોઈએ. વધુમાં તેમને જણાવ્યું હતું કે સમાજમાં હજુ પણ ક્યાંક માનસિકતા બદલાવવાની જરૂર છે જ્યારે કોઈ ધાર્મિક વિધિ કે પ્રસંગ હોય ત્યારે ઘણા કિસ્સામાં આવા નિઃસંતાન દંપતીને બોલાવામાં આવતા નથી. આનાથી આવા વિશિષ્ટ દંપતીની માનસિક મનોદશા પર વિપરીત અસર થતી હોય છે. પરંતુ ઇતિહાસમાં આના અનેક દાખલ છે જેમાં જન્માપનાર માતા તથા પાલન કરનાર માતા બંનેની સંતાન સાથે સમાન માતૃત્વની લાગણી જોડાયેલી હોય છે માટે માતૃત્વ તે એક અંતર નો ભાવ છે જેને અનુભવી શકાય. આ માટે બાળક સાથેનો લગાવ અને સ્નેહ જવાબદાર હોય છે. આ મધર્સ ડે તે તમામ દંપતીએ ઉજવવો જોયે. વધુમાં ડૉ નયના પટેલે અત્યારના આધુનિક યુગમાં સંતાન પ્રાપ્તિમાં સમસ્યા ધરાવતા દંપતીઓને માટે ઉપલબ્ધ સારવાર વિશે વિસ્તૃતમાં માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ મધર્સ ડેની શુભકામનાઓ પાઠવી હતી.