T20 મેચ માટે ભારત અને બાંગ્લાદેશની ટીમનું રાજકોટમાં આગમન
રાજકોટ: રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં આગામી 7 તારીખના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T-20 મેચ રમાશે. આ મેચની પ્રેકટિસ માટે બન્ને ટીમ રાજકોટમાં એન્ટ્રી લઇ ચુકી છે. એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ પ્લેયર્સને નિહાળ્યા બાદ, ઇન્ડિયન ટીમને ફોર્ચ્યુન હોટેલમાં અને બાંગ્લાદેશની ટીમને ઈમપિરિયલ પેલેસમાં લઈ જવામાં આવી હતી. ઇન્ડિયન ટીમને રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ ફોર્ચ્યુન હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે. જ્યારે બાંગ્લાદેશની ટીમ યાજ્ઞિક રોડ પર આવેલ ઈમપિરિયલ પેલેસમાં રોકાઈ છે. ઉપરાંત, વાતાવરણમાં થતાં બદલાવને કારણે મેચના શેડ્યુલમાં ફેરફાર થઇ શકે છે.