ગુજરાત

gujarat

ETV Bharat / videos

અંબાજીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધ્વજવંદન યોજાયું, જુઓ વીડિયો - Ambaji Gram Panchayat

By

Published : Aug 15, 2020, 11:59 AM IST

બનાસકાંઠા: આજે 15મી ઓગસ્ટ 74માં સ્વતંત્ર દિન ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરાઈ રહી છે, ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે પણ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના પ્રાંગણમાં શાળાના શૈક્ષણિક સ્ટાફ સહિત અંબાજી ગ્રામપંચાયતના સભ્યો સાથે ધ્વજવંદન કાર્યક્રમ સોશ્યિલ ડિસ્ટન્સ સાથે યોજાયો હતો. અંબાજીના સરપંચ આર.આર. અગ્રવાલ દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. જો કે, કોરોનાની મહામારીને લઈ શાળામાં કોઈ પણ વિદ્યાર્થીને બોલવામાં આવ્યા નહોતા. તેમજ અન્ય કોઈપણ કાર્યક્રમ યોજાયા વગર સાદગી પૂર્વક રીતે તમામ લોકો દ્વારા માસ્ક સાથે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે દાંતા તાલુકા મથકે પ્રાંત અધિકારી પ્રસાંત જીલોવા દ્વારા રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details