ગુજરાત

gujarat

ETV Bharat / videos

સોમનાથ મહાદેવને તિરંગા વસ્ત્રો પહેરાવીને સ્વાતંત્રતા દિવસની કરાઈ ઉજવણી - મહાદેવને ખાસ તિરંગા વસ્ત્રો

By

Published : Aug 15, 2021, 9:26 PM IST

75માં સ્વાતંત્રતા પર્વ દિવસે પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ પર તિરંગાનો શણગાર કરીને રાષ્ટ્રના પાવન પર્વની ધાર્મિક ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન, મહાદેવને ખાસ તિરંગા વસ્ત્રો પહેરાવીને શ્રાવણ મહિનાની સાથે રાષ્ટ્રના આઝાદી પર્વની પણ ઉજવણી કરીને તેને તિરંગાથી શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરીને ભાવિ ભક્તો ભાવવિભોર બન્યા હતા. આ ઉપરાંત, સોમનાથ મંદિર પરિસરમાં રાષ્ટ્રીય અને ધાર્મિક તહેવારોને લઈને ખાસ વિશેષ ઉજવણી વર્ષોથી થતી આવી છે, તે મુજબ આ વર્ષે પણ સ્વાતંત્ર પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવને તિરંગાનો શણગાર કરીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details