ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવી જિલ્લા કક્ષાના આઝાદી પર્વની ઉજવણી, કોરોના વોરિયર્સ કરાયું સન્માન - 74માં સ્વાતંત્રપર્વ
ભુજઃ આજે સમગ્ર દેશમાં 74મા આઝાદી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. રાજ્યના પ્રધાન વાસણભાઈ આહિરના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. સ્વતંત્ર પર્વની ઉજવણી અંતર્ગત કચ્છ જિલ્લામાં મહામારી વચ્ચે સમાજ સેવા કરનારા 54 જેટલા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ, ફાયર સ્ટાફના જવાન, ડોક્ટર, મેડિકલ સ્ટાફ તેમજ સફાઈ કામદારો સહિતના કોરોના વારિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષાના આઝાદી પર્વની ઉજવણીમાં રાજ્યના પ્રધાન વાસણભાઈ આહિર, કચ્છ બોર્ડર રેન્જ આઈ.જી, પોલીસ વડા સૌરભ સિંઘ, કલેકટર પ્રવિણા ડીકે, DDO પ્રભાવ જોશી, અધિક કલેકટર, એસડીએમ માંડવી, મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોલંકી પોલીસ સ્ટાફ મેડિકલ સ્ટાફ આ આઝાદી પર્વની ઉજવણીમાં જોડાયા હતા. રાજ્યના પ્રધાન વાસણભાઈ આહિરે સૌ દેશવાસીઓને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. સાથોસાથ કોરોના મહામારીમાં જાગૃત રહેવા અપીલ પણ હતી.