સાબરકાંઠામાં કૃષિ પ્રધાને ધ્વજવંદન કરી સ્વતંત્રતા પર્વની કરી ઉજવણી
સાબરકાંઠા: ૭૩માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી તલોદની શેઠ એચ.પી. આટર્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાઇ હતી. જેમાં કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ ધ્વજવંદન કરાવી જિલ્લા પોલીસ તેમજ કોલેજના NCC કેડેટની પરેડનુ નિરીક્ષણ કર્યુ હતું. અને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્રારા પ્રજાલક્ષી નિર્ણયો લઈ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે રાજ્યના તમામ શહેરોને CCTV કેમેરાથી સજ્જ કરી સુરક્ષિત ગુજરાતના સપનાને ચરિતાર્થ કર્યું છે. અને ખાણ ખનીજના ટેન્ડરો ઓનલાઇન કરી ભ્રષ્ટાચારને નાથવાના સફળ પ્રયાસો કરવામાં આવ્યા છે. સેવાસેતુ કાર્યક્ર્મ દ્રારા સરકાર પ્રજાના દ્રારે પહોંચી છે. તેમજ જળસંચય તેમજ “સૌની” યોજના તેમજ સુજલામ સુફાલામ યોજના થકી ગુજરાતને પાણીદાર બનાવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. તેમજ રાજ્યમાં ૩૦૦ નવા સી.એન.જી પંપ, ૧૦ કરોડ વૃક્ષોનું વાવેતર, છ લાખ ઘરોમાં રૂફ ટોપ યોજના થકી સોલર પેદા કરવાનો નિર્ધાર કર્યો છે. કૃષી પ્રધાન આર.સી.ફળદુએ જિલ્લાના વિકાસ માટે 25 લાખનો ચેક અર્પણ કરી જિલ્લાના વિકાસને વેગવંતો બનાવવાની વહીવટી તંત્રને સુચન કર્યું હતું.