હાથમાં મશાલ અને માથે અગ્નિ રાખી થતાં પ્રાચીન ગરબા આકર્ષણનું કેન્દ્ર - નવરાત્રી પર્વ
જૂનાગઢઃ વણજારી ચોકમાં છેલા 50 વર્ષથી પ્રાચીન ગરબાનું આયોજન થાય છે. જેમાં સૌથી અઘરો અને જેને જોવા માટે ગરબા રસિકો દેશ અને વિદેશથી જૂનાગઢ આવે છે. ખેલૈયાઓ સળગતી ઈંઢોણી રાસ રમે છે. આ સિવાય ભુવા રાસ, પટેલ પટલાણીનો રાસ, ટીપણી રામલીલા અને બિચ્છુનો રાસ રમાય છે. આ દરેક રાસની એક ખાસ વિશિષ્ટા છે. હાથમાં મશાલ અને માથા ઉપર આગ રાખીને ખેલૈયાઓ ગરબા રમે છે. તેમનું કહેવું છે કે, આ પ્રકારના રાસ માત્ર માતાજીની કૃપાથી કરી શકીએ છીએ.
Last Updated : Sep 29, 2019, 10:30 AM IST