ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદમાં દૂષિત પાણીના લીધે પાણીજન્ય રોગોમાં વધારો - Ahmedabad

By

Published : Jul 23, 2019, 9:29 PM IST

અમદાવાદઃ AMC હેલ્થ વિભાગના ભાવિન સોલંકીએ જણાવ્યું કે, જુલાઈ મહિનામાં ઝાડા-ઊલટીના ,કમળાના , ટાઇફોઇડના અને કોલેરાના કેસ નોંધાયા હતા. દાણીલીમડામાં એક, નિકોલમાં,ચાલુ માસમાં ઝાડા-ઊલટીના 629, કમળાના 270, ટાઇફોઇડના 430 અને કોલેરાના 4 કેસ નોંધાયા હતા. સૈજપુરમાં એક, વસ્ત્રાલમાં એક, દાણીલીમડામાં એક, નિકોલમાં એક એમ કુલ 4 કોલેરાના કેસ જુલાઈ માસમાં નોંધાયા હતા. ટાઇફોઇડના કેસ વધવાનું કારણ એ છે, દૂષિત પાણી અને આ કેસો વધારે સરસપુર,વટવા, રખિયાલ, ગોમતીપુર, લાંભા જેવા વિસ્તારમાં મળી આવ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પાણીના નિકાલની કામગીરી ચાલી રહી છે. તેમજ લોકોને દરેક વિસ્તારમાં આરોગ્યને લઈને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details