ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચ નજીક નર્મદા નદીના જળ સ્તરમાં વધારો, પુરની શકયતા - flood potential

By

Published : Aug 9, 2019, 10:30 AM IST

ભરૂચ: સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલી દેવાતા ભરૂચ નજીક નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી વિપુલ માત્રામાં પાણીની આવકના પગલે ભરૂચ નજીક નર્મદા નદી તેની ભયજનક સપાટી વટાવે તેવી શક્યતા છે. ભરૂચ તેમજ કાંઠા વિસ્તારના ગામોમાં પુરનો ખતરો મંડરાઇ રહ્યો છે. આજે સવારે નદીની સપાટી 16 ફૂટે પહોંચી હતી. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે. ત્યારે, જળ સ્તર 22 ફૂટના વોર્નિંગ લેવલને પાર કરી જાય એવી શક્યતા છે. સંભવિત પુરની પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર એલર્ટ થઈ ગયું છે અને નદી કાંઠાના 20 ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details