કચ્છમાં ડેન્ગ્યુનો હાહાકાર, સિવિલ સર્જન પણ થયા શિકાર - ભુજ સિવિલ હોસ્પિટલ
કચ્છઃ જિલ્લામાં સારા વરસાદ બાદ હવે સરકારી ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. આ વચ્ચે ભુજના સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન પણ ડેન્ગ્યુનો શિકાર થયા છે. આરોગ્યતંત્રની કહેવાતી કામગીરી વચ્ચે સ્થિતિ વધુને વધુ વિકરાળ બની રહી છે. જિલ્લામાં અત્યાર સુધી 645માં 71 નવા કેસ નોંધાતા કુલ 716 ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. કશ્યપ બુચનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સ્થિતિમાં જ્યાં સુધી લોકો જાતે જાગૃત નહીં થાય ત્યાં સુધી ડેન્ગ્યુ સહિતની બીમારીમાંથી છુટકારો મેળવી શકાશે નહીં. એક તરફ તંત્ર જાગૃતિની વાતો કરે છે પણ જાગૃતિનો પ્રયાસો પણ પૂરતા નથી તે પણ હકીકત છે.