ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચના ૧ હજાર કરતા વધુ ખેડૂતોને ઇન્કમટેક્ષ અંગેની નોટીસથી રોષ - Income tax notice

By

Published : Feb 20, 2020, 3:55 PM IST

ભરૂચ : જીલ્લાના ૧ હજાર કરતા વધુ ખેડૂતોને ઇન્કમટેક્ષ અંગેની નોટીસ મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ ખેડૂતોએ ભરૂચ ઇન્કમટેક્ષ કચેરીમાં રજૂઆત કરી હતી. આ અગાઉ પણ ખેડૂતો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પ્રશ્નનું કોઈ જ નિરાકરણ આવ્યું ન હતું, ત્યારે જો નોટીસ પરત નહિ ખેંચાઈ તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ અંગે ઇન્કમટેક્ષ વિભાગના અધિકારીઓનો સંપર્ક કરાતા તેઓએ કેમેરા સામે કઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો.

ABOUT THE AUTHOR

...view details