અમદાવાદમાં 3 રાઉન્ડ ફાયરિંગ વિથ લૂંટનો બનાવ - news in Ahmedabad
અમદાવાદ : શહેરમાં નવું વર્ષ જાણે ગુનાહિત પ્રવૃતિઓથી શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે. વર્ષના પ્રથમ દિવસે શહેરમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. જ્યારે વર્ષના બીજા દિવસે જાહેરમાં ફાયરિંગ વિથ લૂંટનો બનાવ બન્યો છે. ઠક્કરબાપા નગર પાસે આવેલા ગાયત્રી ટ્રેડર્સ નામની પાન મસાલાની દુકાનમાં વેપારી જ્યારે દુકાનમાં પૈસા ગણી રહ્યા હતા. ત્યારે બાઈક પર 3 શખ્સો આવ્યા હતા. બંદૂક બતાવીને વેપારીને કહ્યું કે, તારી પાસે જે પણ હોય તે આપી દે. એટલું બોલીને જમીન પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને 40,000 રોકડ લઈને શખ્સો ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં કૃષ્ણનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને ગુનો નોંધીને CCTV ફૂટેજ અને અન્ય માધ્યમથી તપાસ હાથ ધરી હતી.