વઢવાણ ભક્તિનંદનમાં સી. આર. પાટીલે જાહેર સભા સંબોધી - ભાજપ
સુરેન્દ્રનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને લઈ પ્રચાર અર્થે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ચૂંટણીના પ્રચાર અર્થે ઉપસ્થિત રહ્યા હતા. વઢવાણ ભક્તિનંદનમાં જાહેર સભાને સંબોધીને ભાજપના ઉમેદવારોને જીતાડવા સંબોધન કર્યું હતું. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સુરેન્દ્રનગર જિલ્લાની નગરપાલિકાઓની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું. પ્રદેશ ભાજપના આગેવાન આઈ.કે. જાડેજા, સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી સહીતના હોદે્દારો અને આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.