વાપીમાં ભારત બંધને પગલે મુસ્લિમ વિસ્તારોમાં સજ્જડ બંધ - Daman letest news
વાપીઃ કેન્દ્ર સરકારના નાગરિકતા સંશોધન એક્ટ અને NRCના વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાનને વાપીમાં પ્રતિસાદ સાંપડ્યો હતો. બંધની અસર હેઠળ ઇમરાન નગર જેવા મુસ્લિમ વિસ્તારોમાં લોકોએ સ્વંભુ પોતાના વેપારધંધાના સ્થળો બંધ રાખ્યા હતાં. તો, પોલીસ દ્વારા પણ તકેદારીના ભાગરૂપે ફાયરટેન્ડર, વ્રજ સહિતના વાહનો સાથે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. સંશોધન એક્ટ અને NRCના વિરોધમાં બુધવારે 29મી જાન્યુઆરીએ ભારત બંધનું એલાન આપ્યું હતું. જેને વાપીમાં મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. શહેરના પૂર્વ તરફના મુસ્લિમ વિસ્તારમાં લોકોએ સ્વયંભુ બંધ પાળ્યો હતો.