વડોદરા શહેરમાં જૂનવાણી મકાન થયું ધરાશાયી, કોઈ જાનહાની નહીં - જર્જરીત મકાન
વડોદરા : શહેરના દૂધવાળા વિસ્તારમાં ૧૦૦ વર્ષ જૂનું જર્જરીત મકાન ધરાશાયી થતા અફરાતફરી સર્જાઈ હતી. સદનસીબે લોકોનો બચાવ થયો હતો. તેની નીચે આવેલ સાઇકલનું વેચાણ કરતી દુકાનમાં ભારે નુકસાન થયું હતું. સદનસીબે દુકાનમાંથી માણસો બહાર આવી જતા કોઈપણ જાતની જાનહાની થઇ ન હતી.જો કે, શહેરમાં વરસાદને કારણે મકાન ધરાશાયી થયુ એવું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.