ખેડાના આ મંદિરમાં આવેલો છે નરેન્દ્ર કક્ષ, જાણો વડાપ્રધાન મોદીનો આ કક્ષ સાથેનો સંબંધ... - Narendra Room in kheda
ખેડા: PM મોદી સંઘ પ્રચારક તરીકે RSSમાં કાર્યભાર સાંભળતા હતા, ત્યારે ખેડા જિલ્લાના પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી નડિયાદના શ્રી સંતરામ મંદિરમાં રોકાતા હતા. જેથી આજે પણ શ્રી સંતરામ મંદિરના જે ઓરડામાં નરેન્દ્ર મોદી રોકાતા હતા, તે ઓરડાને સંતરામ મંદિર દ્વારા નરેન્દ્ર કક્ષ નામ આપી PM મોદીની યાદોને જાળવી રાખી છે. આ સાથે જ શ્રી સંતરામ મંદિર દ્વારા વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.