કડીમાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાએ અન્ય યુવકો સાથે મળી પ્રેમીની કરી હત્યા - latest crime news of mahesana
મહેસાણાઃ જિલ્લાના કડીમાં એક આધેડ પ્રેમીને તેનાથી અડધી ઉંમરની પ્રેમિકા અને પ્રેમી સાથે મળી કાસળ કાઢી નાખ્યું છે. પ્રેમિકાએ તેના બીજા પ્રેમી સાથે મળીને આધેડ પ્રેમીને મારી નાખવાની યોજના બનાવીને હત્યા કરી મૃતદેહને કેનાલમાં નાખી દીધો હતો. જેથી આ હત્યાને આત્મહત્યાનું નામ આપી શકાય, પરંતુ પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે મામલે ચારેય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.