સુરેન્દ્રનગરમાં છેલ્લા 24 કલાકમાં 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - સુરેન્દ્રનગરનાસમાચાર
સુરેન્દ્રનગર : સમગ્ર રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વાઈરસના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. દરરોજ અંદાજે 4 થી 5 કોરોના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં જીલ્લાનો કુલ આંક 146 પર પહોચ્યો છે. કોરોનાને કારણે જિલ્લામાં 9 લોકોના મોત નિપજ્યા છે, અને 69 લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.