જામનગરમાં ફાયરિંગ મામલે કોર્ટે કોર્પોરેટરના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
જામનગર: શહેરમાં ફાયરિંગની ઘટનામાં બની હતી. જેમાં ભાજપના કોર્પોરેટરનું નામ સામે આવ્યું હતું. જામનગર એલસીબીએ કોર્પોરેટર અતુલ ભંડેરીની ધરકપડ કર્યા બાદ કોર્ટમાં તેને શનિવારે સાંજે રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે કોર્પોરેટરના ત્રણ દિવસના રિમાન્ડ મજૂર કર્યા હતા. રેડ કોર્નર નોટિસ જે આરોપી સામે દાખલ કરવામાં આવી છે. તે ભુમાફીયો જયેશ પટેલ છેલ્લા ઘણા સમયથી ફરાર હતો અને વિદેશમાં રહી જામનગરમાં અવારનવાર ધાક ધમકીઓ આપી લોકો પાસેથી પેસા પડાવતો હોવાના પણ આરોપો લાગ્યા છે. ભુમાફિયા જયેશ પટેલને સ્થાનિક લોકો જ મદદ કરતા હોવાથી તે પોતાના મનસૂબા પાર પાડતો હોવાનું બહાર આવ્યુ છે. મહિલા કોલેજના પ્રોફેસર પુરષોત્તમ સાથે સોદો રદ કરવા બાબતે ખુદ કોર્પોરેટર અતુલ ભંડેરી જ બેઠકમાં જયેશ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરાવી હોવાનું બહાર આવ્યું છે.