પોરબંદર રબારી સમાજના ઉપવાસ આંદોલનમાં એકની તબિયત લથડી - Rabari Seva Samaj Samiti in porbandar
🎬 Watch Now: Feature Video
પોરબંદર: પોલીસ લોક રક્ષક ભરતીમાં અન્યાય બાબતે છેલ્લા પાંચ દિવસથી રબારી સમાજના યુવાનો સહિત 47 જેટલા લોકો ઉપવાસ આંદોલન પર બેઠા હતા. ત્યારે દરરોજ આ ઉપવાસ પર બેસેલા લોકોનું મેડિકલ ચેકઅપ પણ થાય છે. પરંતુ ઉપવાસી છાવણીમાં ઉપવાસ પર બેસેલ રબારી સેવા સમાજ સમિતિના પ્રમુખ રાણાભાઈ ઉલવાને અચાનક હદયમાં દુઃખાવો ઉપડતા તાત્કાલિક 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં તબીબ દ્વારા તાત્કાલીક સારવાર આપવામાં આવી હતી. તેમજ ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરાયા હતા. ત્યારે આ આંદોલન બાબતે સરકારે વહેલી તકે નિવારણ લાવે તેવું રબારી સમાજના હીરાભાઈ મકવાણાએ જણાવ્યું હતું.