ધોરાજીમાં વોકળા વિસ્તારમાં પાણીની રેલમછેલ, તંત્ર મોટા અકસ્માતની વાટમાં
રાજકોટ : ધોરાજીના વોંકળા કાંઠા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની ઉભરાયુ પાણી અને પીવાના પાણીની લાઈન પણ તૂટી શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. ધોરાજીનાં વોંકળા કાંઠા વિસ્તારમાં છેલ્લા ઘણાં વર્ષથી ભૂગર્ભ ગટર માટે રસ્તાઓ ખોદી નાખ્યા છે, હાલ અત્યાર સુધી આ રસ્તાઓનુ કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી. છેલ્લા ૩ વર્ષથી આ વિસ્તારનો રોડ મંજુર થયો છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. આ વિસ્તારમાં ધાર્મિક સ્થળો આવેલ છે. સ્મશાને અંતિમ વિધિ માટે જવાં માટેનો મુખ્ય માર્ગ છે. વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાતી જોવા મળે છે.પાણીનો વાલ્વ પણ લીકેજ છે, અનેક વખત રજૂઆતો કરી છે, પણ તંત્ર દ્વારા પગલાં લેવામાં નથી. રોડ રસ્તા ખરાબના કારણે અવાર નવાર નાનાં-મોટાં અકસ્માતો બને છે. અનેક વખત મૌખીક લેખીતમાં રજૂઆત અને ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી.