સુરેન્દ્રનગર જિલ્લામાં 24 કલાકમાં કોરોનાના 6 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 31 થયો
સુરેન્દ્રનગરઃ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાના પાટડી, ધ્રાંગધ્રા, ચુડા તાલુકાના ગામોમાં છેલ્લા 24 કલાકમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુરુવારે સવારે ધાંગધ્રામાં મગફળીના વેચાણ કરતા 63 વર્ષના આઘેડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 31 સુધી પહોચ્યોં છે.