સુરતના કઠોર ગામે શિકારની લાલચે દીપડી પુરાઈ પાંજરે, જુઓ વિડીયો.. - કામરેજ વન વિભાગ
છેલ્લા કેટલાક દિવસોથી કામરેજ તાલુકાના કઠોર તેમજ આસપાસ ગામના દીપડો આંટાફેરા મારતો હોવાની વાતું પથકમાં ચર્ચાઈ રહી હતી. લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો ત્યારે સ્થાનિકોની ફરિયાદને લઈને કામરેજ વન વિભાગની (Kamaraj Forest Department) ટીમને કઠોર ગામની સીમમાં પાંજરૂ ગોઠવી દીધું હતું, ત્યારે આજે સવારે આ પાંજરામાં મારણની લાલચે 3 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ (Leopard found in cage) હતી, વન વિભાગ દ્વાર દીપડીનો કબ્જો લઈ સ્વાસ્થય ચેક કરી તેને સુરક્ષિત જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.