ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરાના સાવલી તાલુકામાં 2 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું - corona positive

By

Published : Jun 12, 2020, 5:09 AM IST

વડોદરા: સાવલી તાલુકાના મંજૂસર ગામના પરવડી ખડકીમાં રહેતાં 48 વર્ષીય કલ્પેશભાઈ પટેલ અને તેમનો 21 વર્ષીય દીકરો મનીષ પટેલ કોઈ સંબંધીને ત્યાં ગયા હતા. તે સંબંધી કોરોના પોઝિટિવ આવતા આ પિતા પુત્રને કોઈપણ લક્ષણ ન દેખાવા છતા કોરોનાનો રિપોર્ટ કરાવામાં આવ્યો હતો. જેમાં બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય ટીમ, સરપંચ તલાટી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બંને દર્દીને સારવાર અર્થે વડોદરા ખસેડી પરવડી ખડકીના 12 ઘરોને કન્ટેઇનમેન્ટ ઝોન અને આ વિસ્તારને બફરઝોન જાહેર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details