રાજકોટમાં કોરોનાના બે પોઝિટિવ કેસ સામે આવ્યા, કુલ ત્રણ થયા - rajkot news
રાજકોટઃ સમગ્ર ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાઇરસના કેસોની સખ્યા વધી રહી છે. રાજકોટ શહેરમાં મંગળવારે વધુ બે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં એક 75 વર્ષીય મહિલા જે શહેરમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે એક 36 વર્ષીય પુરૂષ દર્દી શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શહેરમાં આજના બે કેસ મળીને કુલ 3 કેસ અત્યાર સુધી કોરોના વાઇરસના સામે આવ્યા છે. 12 લોકોના લેબ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 10 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ શહેરમાં એક પુરુષ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે હાલ શહેરની સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વિભાગમાં સારવાર હેઠળ છે.