રાજકોટમાં કોરોનાના વધુ 3 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ 8 થયા - covid-19 news
રાજકોટઃ રાજ્યમાં દિવસને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે શુક્રવારે શહેરમાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. એક મહિલા અને બે પુરુષોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને લઈને અત્યાર સુધીમાં શહેરમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યા કુલ 8 પર પહોંચી છે. હાલ આ ત્રણેય દર્દીઓ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આજના પોઝિટિવ કેસમાં એક પુરુષની ઉંમર 37 જ્યારે બીજાની 39 વર્ષની છે. જ્યારે મહિલાની વાત કરવામાં આવે તો તેની ઉંમર 33 વર્ષની માનવામાં આવી રહી છે.