રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 97એ પહોંચ્યો - latest news in Rajkot
રાજકોટ : શહેરમાં દિનપ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સોમવારના રોજ રાજકોટમાં વધુ બે કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટના નાયબ કલેક્ટરની 27 વર્ષની પુત્રી અમદાવાદથી રાજકોટ ખાતે આવી હતી. જે અમદાવાદ મામલતદાર તરીકે ફરજ બજાવતી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ યુવતીનો કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે રાજકોટ ગ્રામ્યમાં પણ એક વૃધ્ધનો પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. આ સાથે જ રાજકોટ શહેરમાં કુલ કોરોનાના 80 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં 17 કોરોનાના કેસ મળીને રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 97 કેસ પોઝિટિવ નોંધાયા છે.