રાજકોટ: યુવતી સાથે સામુહિક દુષ્કર્મ - રાજકોટના તાજા સમાચાર
રાજકોટઃ જિલ્લાના એક તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી અને ગામના સરપંચના પુત્રએ પોતાના 2 મિત્રો સાથે મળીને ગામની એક યુવતીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ નરાધમોએ યુવતી સાથે કારમાં સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. જેથી પીડિતાએ આરોપી અમિત પડાળીયા અને તેના 2 સાગરીત શાંતિ પડાળીયા અને વિપુલ ભાયલા સેખડા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો કેસ સામે આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી બાજુ પોલીસ દ્વારા પણ યુવતીનું મેડિકલ કરાવી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
Last Updated : Feb 28, 2020, 8:11 AM IST