પાટણમાં વહીવટી તંત્ર અને રાજકીય પાર્ટીઓએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી - રાજકીય પાર્ટીના આગેવાનોએ આપી શ્રદ્ધાંજલિ
પાટણ જિલ્લામાં બગવાડા દરવાજા નજીક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મૂકવામાં આવી છે. ત્યારે રવિવારે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ જિલ્લા વહીવટી તંત્ર અને રાજકીય પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓએ સરદાર વલ્લભભાઈ પટેલની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જિલ્લા કલેક્ટર સુપ્રિતસિંહ ગુલાટીએ સરદાર પટેલને સુતરની આંટી પહેરાવીને તેમને વંદન કર્યું હતું. ત્યારબાદ શહેર અને જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકર્તાઓએ સરદાર પટેલને માલ્યાર્પણ કર્યું હતું. આ સાથે જ ભારત વિકાસ પરિષદ, સિદ્ધહેમ શાખા, લાયન્સ ક્લબ સહિતની સંસ્થાઓના આગેવાનોએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.