પંચમહાલમાં મેઘરાજાની રી-એન્ટ્રી થતાં ખેડૂતો મૂંઝવણમાં - પાક નિષ્ફળ જવાની મુંઝવણ
પંચમહાલ: ચોમાસું પૂરું થયાં બાદ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ઉત્સાહભેર નવી વાવણી કરી હતી. ત્યાં ફરી એકવાર કમોસમી વરસાદ થતાં ખેડૂતો મૂંઝવણમાં મૂકાયાં છે. તો બીજી તરફ શહેરી વિસ્તારમાં ઠંડક પ્રસરતાં રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ, મેઘરાજાના આગમનથી કહી ખુશી કહી ગમનું વાતાવરણ સર્જાયું હતું.