મોરબી પાલિકામાં મહિલાઓએ પ્રાથમિક સુવિધાના અભાવે હોબાળો કર્યો
મોરબી: કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોના ઘરનું સ્વપ્ન સાકાર કરવાના હેતુથી દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 690 આવાસો તૈયાર કરવામાં આવ્યા છે, જે આવાસો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. પાણી, સ્ટ્રીટ લાઈટ અને રોડ રસ્તાના પ્રશ્નોથી કંટાળી બુધવારે સ્થાનિક લોકોએ હલ્લાબોલ કરી હંગામો કર્યો હતો, તથા પાલિકા તંત્ર મારફતે મુખ્યપ્રધાન રૂપાણીને આવેદન પાઠવીને પ્રશ્નોના ઉકેલ માટે માગ કરી હતી.