અરવલ્લીના માલપુરમાં દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકોને બે રૂપિયામાં ભોજન મળશે - ખોડલધામ મહીયાપુર ટ્રસ્ટ
અરવલ્લી : ભુખ્યાને ભોજનના સંકલ્પ સાથે અરવલ્લી જિલ્લાના મોડાસામાં અન્નપુર્ણા સંસ્થા માત્ર બે રૂપિયામાં જરૂરીયાત મંદ લોકોને અને દર્દીઓને ભરપેટ ભોજનની સેવા પૂરી પાડે છે. સંસ્થાએ આ ભગીરથ સેવાનો વ્યાપ વધારી જિલ્લાના માલપુર નગરમાં જરૂરિયાતમંદ એકલવાયું જીવન જીવતા લોકો અને માલપુર સિવિલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે ટિફિન સેવા પુરી પાડવાનું બીડું ઝડપ્યું છે. આ સેવામાં જાયન્ટ્સ મોડાસા અને માલપુરે પણ પુરેપુરો સહયોગ આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. અન્નપૂર્ણા ટ્રસ્ટ મોડાસા જાયન્ટ્સના સહયોગથી સ્વયંભૂ ખોડલધામ મહીયાપુર ટ્રસ્ટના પ્રમુખ દક્ષેશ પટેલે બાઈક મારફતે ટિફિન સેવા આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સેવાની સુવાસ હવે માલપુરમાં પણ પ્રસરશે.