ગુજરાત

gujarat

ETV Bharat / videos

લીમડી યુનિયન બેન્કમાં ખેડૂતના 2.2 લાખ રૂપિયા લઈને ગઠીયો રફુચક્કર - Union Bank news

By

Published : Jul 22, 2020, 8:57 AM IST

સુરેન્દ્રનગર: લીમડી રાજકવિ ચોક પાસે આવેલ યુનિયન બેન્કમાં ખેડૂત વેલજીભાઈ હિંમતભાઈ મોરસીયા બેન્કમાં પોતાના પાક ધિરાણ ભરવા ગયા હતા, ત્યારે તેઓ સ્લીપ ભરતા હતા. તે દરમિયાન એક અજાણ્યો શખ્સ 2.2 લાખ લઇ ફરાર થઇ ગયો હતો. ત્યારબાદ વેલજીભાઈ બેન્ક મેનેજર અને કર્મચારીઓને જાણ કરતા થોડીવાર માટે બેન્કમાં અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટના બાબતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી CCTV કેમેરા ચેક કરતા કોઇ અજાણ્યો વ્યક્તિ નજરે પડ્યો હતો. આ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ વેલજીભાઈએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમજ લીમડી પોલીસે તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details