જૂનાગઢ: કેશોદ તાલુકાના શેરગઢ ગામે બે સમુદાય વચ્ચે ઘર્ષણ - today news of keshod
જૂનાગઢઃ કેશોદના શેરગઢ ગામમાં મનરેગા યોજના હેઠળ તળાવ ઉંડું કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ તળાવમાં ખોદકામ કરતા તેમાંથી નીકળતી માટી ખેડૂતો ટ્રેકટરો દ્વારા પોતાના ખેતરોમાં નાખતા હોય છે. આ બાબતે બે કોમના લોકો આમને સામને આવી ગયા હતા અને મારામારીનો બનાવ બનતા 15 જેટલા લોકોને કેશોદની સરકારી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા છે. સમગ્ર મામલે પોલીસે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.