ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેશોદમાં ખેડૂત હિત રક્ષક સમિતિએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું - જૂનાગઢના તાજા સમાચાર

By

Published : Feb 25, 2020, 3:54 PM IST

જૂનાગઢ: જિલ્લાના કેશોદ તાલુકામાં મંગળવારે ખેડૂત હિત રક્ષક સમિતિએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોએ પાક વિમાની રકમ તાકીદે આપવાની માગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ જૂનાગઢ પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા વિરોધ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જ્યારે મંગળવારે કેશોદમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા વિરોધ રેલી કાઢી સુત્રોચાર સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details