સગીરાને દુષ્કર્મી શિક્ષકથી બચાવવાની વાત કહી ત્રણ યુવકે પણ સગીરા સાથે કર્યું કૃત્ય - સગીરાને બચાવવાની લાલચ આપી ત્રણ યુવકે દુષ્કર્મ કર્યું
જૂનાગઢમાં માળિયાહાટીના તાલુકાના ગડુ ગામમાં સગીરા પર આભ તૂટી પડ્યું હતું. કારણ કે, અહીં ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર તેના જ શિક્ષકે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ વાતની અન્ય ત્રણ યુવકને જાણ થતા ત્રણેય યુવકે સગીરાને શિક્ષકથી બચાવવાની વાત કહી હતી. ત્યારબાદ આ સગીરાને ત્રણેય યુવક ભોગ બનાવી હતી. એટલે કે આ ચારેય આરોપીઓ છેલ્લા 2 વર્ષથી પણ વધુ સમયથી સગીરા સાથે દુષ્કર્મ કરતા હતા. તો આ મામલે સગીરાએ હવે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સગીરાએ શિક્ષકની જાળમાંથી બચવા ત્રણ યુવક પર વિશ્વાસ મુક્યો તો આ ત્રણેય યુવકે પણ સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. આ વાત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે, પોલીસે આરોપીઓને પકડવા અલગ અલગ ટીમ બનાવી છે.