જૂનાગઢમાં રબારી સમાજે આગેવાનને રક્ષણ આપવાની કરી માગ - યુવા આગેવાન સંજયભાઈ હુણનો વીડિયો થયો વાઈરલ
જૂનાગઢઃ રબારી સમાજના યુવા આગેવાન સંજયભાઈ હુણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં તેઓએ ડોક્ટર પાસેથી અભિપ્રાય લઈને ખાનગી રીતે સારવાર લઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પોતે સામાન્ય દર્દી હોવા છતાં તેમને આઇસોલેશન વોર્ડમાં જેલ જેવી સ્થિતિમાં તેમને રાખવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉ રબારી સમાજના આંદોલનમા જોડાયા હતા. જેના કારણે તેમનો જીવ જોખમમાં હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. આથી તેમને પૂરતું રક્ષણ આપવામાં આવે તેવું પોરબંદર રબારી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું.