ગુજરાત

gujarat

ETV Bharat / videos

જૂનાગઢમાં વીજળી પડતાં 20 લોકોને હૉસ્પિટલ ખસેડાયા - latest news of monsoon

By

Published : Jun 30, 2020, 8:12 PM IST

જૂનાગઢઃ કેશોદ તાલુકામાં સવારથી વાતાવરણમાં બદલાવ થતાં વરસાદી માહોલ સર્જાયો હતો. સવારે નવ વાગ્યાથી ગાજવીજ સાથે ધીમીધારે મેઘસવારી શરૂ થઈ હતી, ત્યારે બપોરના સમયે કેશોદ તાલુકાના અજાબ ગામે મકાનમાં વિજળી પડતાં મકાનના સ્લેપમાં તિરાડ પડી હતી. જ્યારે રાણીંગપરા ગામે ખેતરમાં વિજળી પડી હતી. તે સમયે દિનેશભાઈ મહીડાના ખેતરમાં ખેત મજુરી કરતા આશરે વીસ લોકોને વિજળી પડવાની બેભાન થઈ ગયા હતા. જેથી તેમને તાત્કાલિક કેશોદની સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

ABOUT THE AUTHOR

...view details