હને જામનગરમાં કન્યા ઘોડે સવાર થઈ, લોકોના ટોળા ઉમટ્યા - દલિત પરિવાર
જામનગર : શહેરમાં એક લગ્ન પ્રસંગમાં વરરાજા નહિ પણ યુવતી પોતાના લગ્નમાં ઘોડા પર સવાર થઈ લગ્ન મંડપમાં પહોંચી હતી. જામનગરમાં શંકરટેકરી વિસ્તારમાં BSC સુધી અભ્યાસ કરેલ યુવતી પોતાના લગ્નને યાદગાર બનાવ્યા છે. દ્રષ્ટિ જાદવ ઘોડા પર સવાર થઈ લગ્નમંડપે પહોંચતાં લોકો જોવા ઉમટ્યા હતા. અત્યાર સુધી પુરુષો ઘોડા પર સવાર થઈ ફુલેકુ ફેરવતા હોય છે. જો કે, આ વખતે જામનગરની દ્રષ્ટિ જાદવે કંઈક અલગ જ ચીલો ચીતર્યો છે. છેલ્લાં ઘણા સમયથી દલિતોને ઘોડા પર સવાર થઈ જાન લઈ જવા બાબતે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રસ્ટી જાદવ દલિત પરિવારમાંથી આવે છે. જે પ્રકારે થોડા દિવસ પહેલા દલિત આર્મી મેન ઘોડા પર સવાર થઈ નીકળતા લોકોએ પથ્થર મારો કર્યો હતો.