જામનગરમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા 30 ફૂટ ઊંચી હોલિકા બનાવાઈ
જામનગર: શહેરમાં સમસ્ત ભોઈ સમાજ દ્વારા 30 ફૂટ ઊંચી હોલિકા બનાવવામાં આવી છે. જામનગરમાં છેલ્લા 64 વર્ષથી સમસ્ત ભોઈ સમાજ દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ વર્ષે કોઈ સમાજના યુવકોએ એક મહિનાની મહેનત બાદ 30 ફૂટ ઊંચી હોલિકા બનાવી છે.ભોઈ વાડામાં સવારમાં હોલિકા માતાની મૂર્તિ નું પ્રદર્શન કરવામાં આવે છે.આ સરઘસમાં યુવકો સ્ટીલની સ્ટીકથી વિવિધ કરતબો કરે છે,તો યુવતીઓ પણ ડીજેના તાલે ઝૂમતી જોવા મળી હતી, ભોઈ સમાજ દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ દર વર્ષે યોજાઈ છે. જો કે આ વર્ષે ભોઈ સમાજના યુવકોએ 30 ફૂટ ઊંચી હોલિકા માતાની પ્રતિમા બનાવી છે.