દ્વારકામાં પોલીસ દ્વારા અયોધ્યા ચુકાદો અને ઈદને ધ્યાને રાખી તમામ સમાજ સાથે મીટીંગ યોજી - Ayodhya verdict
દ્વારકાઃ અયોધ્યાના જમીન વિવાદ ચુકાદાને અને રવિવારે ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને દ્વારકા પોલીસ સ્ટેશનના PI વી.વી વાગડીયાએ હિન્દુ મુસ્લિમ સમાજને સાથે રાખીને શાંતિ સમિતિની મીટીંગ યોજી હતી. અયોધ્યા ચુકાદો અને ઈદના તહેવારને અનુસંધાને યાત્રાધામ દ્વારકા ખાતે સુખ અને શાંતિ બની રહે તે હેતુથી દ્વારકા તાલુકાના તમામ સમાજના આગેવાનોને સાથે રાખીને એક શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી. પી.આઇ. દ્વારા દ્વારકા મંદિર ખાતે પણ વધારાની સુરક્ષા મૂકવામાં આવી છે. જેમાં 1 ડી.વાય.એસ.પી, 3 પી.આઇ. અને બે પી.એસ.આઇ તેમજ અન્ય ૪૦ કર્મચારીઓને ફરજ માં મુકવામાં આવ્યા છે.